માધુરી દીક્ષિતે ડુંગળીના ભજીયા બનાવવાની ચાર અલગ અલગ રેસિપી શૅર કરી છે. ડીપ ફ્રાઇડ, શેલો ફ્રાઇડ, એર ફ્રાઇડ અને બેક્ડ જેવી ચાર અલગ અલગ રીતે તમે પ્યાજ પકોડા તૈયાર કરી શકો છો. ચારેતરફ વરસાદી માહોલ જામ્યો છે અને આ હવામાનમાં જ્યારે ઠંડક વધી જાય તો ચાની સાથે ગરમા-ગરમ પકોડાની પણ યાદ આવવા લાગે છે. ગુજરાતમાં અલગ અલગ રીતે ભજીયા બનાવવાની રીત છે, પરંતુ ડુંગળીના ભજીયા તો વરસાદી મોસમમાં સૌથી ઉપર રહે છે. ડુંગળીના ભજીયા બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિતને પણ ખૂબ જ પસંદ છે, તેને જમવાનું બનાવવાનો શોખ છે અને તે ઘણીવાર પોતાની યુટ્યૂબ ચેનલ પર અલગ અલગ રેસિપી વીડિયોઝ શૅર કરે છે. આ વખતે તેણે પરિવાર સાથે મળીને ચાર અલગ અલગ પ્રકારે ડુંગળીના ભજીયા બનાવવાની રેસિપી શૅર કરી છે. જેમાં ડીપ ફ્રાઇડ, શેલો ફ્રાઇડ, એર ફ્રાઇડ અને બેક્ડ રીતે પકોડા કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે એક્ટ્રેસે જણાવ્યું છે. જો તમે ડાયટ પર છો અને તીખા-તળેલા કે મસાલેદાર ભોજનથી દૂર રહો છો, તો આ સિઝનમાં ભજીયા ખાવાની તમારી ઇચ્છા અધૂરી નહીં રહી જાય. અહીં જાણો, તેલ વગર જ ભજીયા બનાવવાની રીત. એર ફ્રાયરમાં ભોજન ગરમ હવાના ઉપયોગથી પકાવવામાં આવે છે. તેમાં ઉપયોગમાં લેવાતું તેલ ડીપ ફ્રાઇડ પકોડાની સરખામણી ખૂબ જ ઓછું યૂઝ થાય છે. એર ફ્રાયરથી ભોજનમાં કેમિકલ રિએક્શન ઓછા થાય છે, વળી તેલમાં તળેલા પકોડાની સરખામણીએ તે પાચનમાં હળવા હોય છે તેથી તેને ખાવાથી પેટમાં એસિડિટી કે ખાટાં ઓડકાર નથી આવતા. વળી, વીજળીનો વપરાશ પણ ઓછો થાય છે. તમે એર ફ્રાયમાં ભજીયા ઉપરાંત ફ્રેન્ચ ફ્રાઇઝ, સમોસા, પુરી, કચોરી કે નગેટ્સ જેવી ફ્રાઇડ ચીજા પકાવી શકો છો. માધુરીએ જે પકોડાને બેક કરીને બનાવ્યા છે તેમાં તેલનો ઉપયોગ નહીવત્ કરવામાં આવ્યો હતો. જો કે, બેક કરવામાં વધારે સમય લાગ્યો જેના કારણે ભજીયાનો આકાર અને સ્વાદ થોડો બદલાઇ ગયો હતો. જો કે, બેકિંગ તમામ રીતોમાં ભોજન પકાવવાની સૌથી સ્વાસ્થ્યપ્રદ રીત છે. આ વિધિથી પકવેલા ભોજનમાં કેલેરી ઓછી હોય છે. ઓછી માત્રામાં તેલના ઉપયોગથી હૃદયરોગ જેવી મુશ્કેલીઓ ઉભી નથી થતી. જો તમે વેઇટ લોસ પ્રોગ્રામ ફાલો કરી રહ્યા હોવ કે કોઇ સ્પેશિયલ ડાયટ ફાલો કરી રહ્યા હોવ તો બેકિંગ તમારાં માટે સૌથી સારી વિધિ રહેશે. તળેલા ભોજન ભલે સ્વાદિષ્ટ લાગતા હોય પરંતુ તેના વધારે પડતા સેવનથી નુકસાન થાય છે. આ પ્રકારના ભોજનમાં કેલેરી, કોલેસ્ટ્રોલ અને ફૅટની માત્રા વધારે હોય છે. વળી, તેલમાં તળેલા પકોડા ખાવાથી મેદસ્વિતા, હૃદયરોગ, ડાયાબિટીસ, હાઇ બ્લડપ્રેશરની સંભાવના વધી જાય છે. જે શરીર પર ખરાબ પ્રભાવ પાડે છે.