માધુરી દીક્ષિતે ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેની સામે ગુજરાતી વાનગીઓથી ભરેલી થાળી જોવા મળી રહી છે. માધુરીની થાળીમાં ગુજરાતી કઢી, કાલાજાંબુ, બટાકાનું શાક, દાળ, પાતરાં, અથાણું, પૂરી, રોટલી, ત્રિરંગી ઢોકળા, છાશ, દહીં, પાપડ, ઘારી અને અન્ય બે શાક જોવા મળી રહ્યા છે. માધુરીએ આ વિડીયો શેર કરતાં લખ્યું, ફૂડ=પ્રેમ. આ સાથે જ માધુરીએ ગુજરાતી થાળી, જ્યારે ગુજરાતમાં હો ત્યારે અને પ્રેમ પ્રેમ છે જેવા હેશટેગ વાપર્યા છે. ઉપરાંત ગુડ ફૂડ ઈઝ ગુડ મૂડ એટલે સારું ભોજન મૂડ સારો બનાવે છે તેમ કહ્યું છે. ખાવાની શોખીન માધુરી દીક્ષિત ‘મારું મન મોહી ગયું’ ગીત પર ડાન્સ કરતી પણ જોવા મળી રહી છે. માધુરીની પોસ્ટ જોતાં લાગી રહ્યું છે કે, તે ગુજરાત આવી હશે અને અહીં તેણે ગુજરાતી થાળીનો સ્વાદ ચાખ્યો હશે. વિડીયોમાં જોઈ શકો છો કે માધુરી દીક્ષિત બ્રાઉન રંગની પ્રિન્ટેડ સાડી અને બ્લૂ બ્લાઉઝમાં સુંદર લાગી રહી છે. માધુરી દીક્ષિત સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. ત્યારે પોતાની ડેઈલી લાઈફની ઝલક ફેન્સને બતાવતી રહી છે. પોતાના પતિ અને દીકરા સાથેની તસવીરો માધુરી અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. થોડા દિવસ પહેલા જ માધુરીએ નાના દીકરા રાયનનો વિડીયો શેર કર્યો હતો. આ વિડીયો શેર કરતાં તેણે જોણકારી આપી હતી કે તેના દીકરાએ કેન્સરના દર્દીઓ માટે તેના વાળ ડોનેટ કર્યા છે. વર્કફ્રંટની વાત કરીએ તો માધુરી દીક્ષિત ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવાની છે. ‘ફાઈન્ડિંગ અનામિકા’ નામની વેબ સીરીઝમાં માધુરી લીડ રોલમાં જોવા મળશે. સીરીઝની વાર્તા ગ્લોબલ સુપરસ્ટાર, પત્ની અને મા જે અચાનક જ ગાયબ થઈ જોય અને પગેરું મળતું નથી. આ સીરીઝમાં માધુરી ઉપરાંત સંજય કપૂર અને માનવ કૌલ પણ મહત્વના રોલમાં જોવા મળશે.