અલાસ્કા અને કેનેડિયન પ્રદેશ યુકોનની સરહદ નજીકના દૂરના વિસ્તારમાં ૭ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. ભૂકંપ લગભગ ૧૦ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ત્યારબાદ અનેક નાના આંચકા અનુભવાયા. શક્તિશાળી ભૂકંપ પછી સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. કોઈ નુકસાનના તાત્કાલિક અહેવાલ નથી.યુએસ ભૂસ્તર શાસ્ત્રીય સર્વેક્ષણ મુજબ, ભૂકંપ અલાસ્કાના ઉત્તરપશ્ચિમમાં આશરે ૩૭૦ કિલોમીટર અને યુકોનના વ્હાઇટહોર્સથી ૨૫૦ કિલોમીટર પશ્ચિમમાં આવ્યો હતો. યુએસજીએસ અનુસાર, તે ૬૬૨ લોકોની વસ્તી ધરાવતા અલાસ્કાના યાકુટાટથી આશરે ૯૧ કિલોમીટર દૂર હતો.રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ અધિકારી સાર્જન્ટ કેલિસ્ટા મેકલિયોડે જણાવ્યું હતું કે તેમની ટીમને શક્તિશાળી ભૂકંપ અંગે બે કોલ મળ્યા હતા. મેકલિયોડે કહ્યું, “ભૂકંપ એટલો જારદાર હતો કે દરેકને તેનો અનુભવ થયો. લોકો સોશિયલ મીડિયા પર તેમની પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે.”કેનેડિયન નેચરલ રિસોર્સિસ વિભાગના ભૂકંપ શાસ્ત્રી એલિસન બર્ડે જણાવ્યું હતું કે ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત યુકોનનો ભાગ પર્વતીય છે, જ્યાં ખૂબ ઓછા લોકો રહે છે. “મોટાભાગના લોકોએ છાજલીઓ અને દિવાલો પરથી વસ્તુઓ પડી હોવાની જાણ કરી છે,” બર્ડે કહ્યું. એવું લાગતું નથી કે ભૂકંપથી વધારે નુકસાન થયું છે.બર્ડે જણાવ્યું હતું કે ભૂકંપના કેન્દ્રથી સૌથી નજીકનું કેનેડિયન સમુદાય હેન્સ જંકશન હતું, જે લગભગ ૮૦ માઇલ (૧૩૦ કિલોમીટર) દૂર હતું. યુકોન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સે ૨૦૨૨ માટે તેની વસ્તી ૧,૦૧૮ હોવાનું જણાવ્યું હતું. ભૂકંપ યાકુટાટ, અલાસ્કાથી લગભગ ૫૬ માઇલ (૯૧ કિલોમીટર) દૂર આવ્યો હતો, જ્યાં યુએસજીએસનો અંદાજ છે કે ૬૬૨ લોકો વસે છે. ભૂકંપ ૧૦ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ત્યારબાદ ઘણા નાના આફ્ટરશોક્સ આવ્યા.