રાજકીય રીતે આ સમયે દેશમાં હિન્દુ અને હિન્દુત્વની ચર્ચા ચાલી રહી છે, આ બધાની વચ્ચે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ કહ્યું કે માતૃભૂમિ, માતૃભાષા અને માતૃ દેશની પરંપરાનું સન્માન જાળવવું જાઈએ. આ સંબોધન તેમમે એક એવોર્ડ સમારંભ ૨૦૨૦-૨૦૨૧માં કરી હતી. તેમણે કહ્યું કે ઘણી ભારતીય રસીઓ કોવિડ -૧૯ ના તમામ પ્રકારો સામે વધુ સારી રીતે કામ કરી રહી છે, આંતરરાષ્ટ્રીય સ્તરે આ રસીઓ સામે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તે નિષ્ફળ ગઈ હતી.એનવી રમન્નાએ કહ્યું કે ભારત બાયોટેક જે રીતે કોરોના રસીના ક્ષેત્રમાં સફળતા મેળવી છે તે પ્રશંસનીય છે. ક્રિષ્ના ઈલા અને અન્યોએ આ ક્ષેત્રમાં સારું કામ કર્યું છે. ભારત બાયોટેક નવીન સંશોધનો માટે જાણીતું છે. અમે ટેકનોલોજીમાં નેતા છીએ.ઉલ્લેખનીય છે કે હાલ દેશમાં રાજકીય પાર્ટીઓ આગામી વિધાનસભા માટે એકબીજા ર પ્રહાર કરી રહ્યા છે ત્યારે  હિન્દુ અને હિન્દુત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટેના ચીફ જસ્ટિસ માતૃભૂમિ મામલે એક એવોર્ડ કાર્યક્રમમાં વાત કરી હતી.