કહેવત છે. સંતાનોના સપના સાકાર કરવા માટે માતા પિતા પેટે પાટા બાંધીને પણ સંતાનોને ખુશી આપતા હોય છે. પોતાના સપનાઓ રોળીને પણ સંતાનોના શમણા સજાવતા હોય છે. ભલે ગરીબી હોય, રાતના ઉજાગરા થતા હોય, કાળમીંઢ પથ્થરને ફાડી નાખે તેવી કાળી મજૂરી કરવી પડતી હોય આમ છતા માં-બાપ પોતાના સંતાનોને ખુશ રાખતા હોય છે. એ અપેક્ષાએ ખુશ રાખતા હોય છે કે કાલે સંતાનો મોટો થશે અને સુખનો સૂરજ ઉગશે આપણી પાછલી જીંદગી સુખેથી વિતાવીશુ પણ આજની યુવા પેઢીના માવતર આજે વૃધ્ધાશ્રમમાં આશરો લઈ રહ્યા છે. આવા અનેક કિસ્સાઓ બનતા હોય છે. પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણના હિસાબે સંયુક્ત પરિવારની પ્રથાઓ તુટતી હોય છે. આજે વૃધ્ધાશ્રમમાં કહેવાતી સુધરેલી પેઢીના માવતર આશરો મળવે છે. રાત-દિવસ મંજુરી કરનાર પોતાના માવતરને સાચવી લે છે, એ એમની આબરૂ છે. મોટા કરનાર જનેતા માટે જગ્યા નથી. કયાં જઈને અટકશે આ સમાજ? તુટતી સમાજ વ્યવસ્થા માટે જવાબદાર કોણ? રાજસ્થાનના બિકાનેર જિલ્લાના નોખા તાલુકાના રાસીસર ગામના એક શ્રમિક પરિવારમાં નાના મોટા થઈને ર૬ વ્યÂક્તઓ હતા. શ્રમિક પરિવારમાં ભલે ખોરડુ તુટેલુ હોય પણ સંપ અને આશાઓ જબરી હતી. રાસીસર ગામમાં રામધન ડેલુનો પરિવાર રહે, રામધન ડેલુ પરિવારના ગુજરાન માટે ઢોર-ઢાંખર રાખતા અને ઉંટગાડીમાં પાણીના કેરબા મૂકીને ફેરા મારતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પોતાના પત્ની બુગીદેવી સવારથી સાંજ સુધી પશુઓનો ચારો લાવવો, પશુઓને ચારો નાખવો, પાણી આપવુ, દોહવા અને વાસીદુ કરવુ જેવા કામોમાં વ્યસ્ત રહેતા હતા. રામધન ડેલુને ચાર સંતાનો હતા. રામધન ડેલુ અને માતા બુગીદેવીને ત્યાં તા.૩ એપ્રિલ ૧૯૮૮ ના રોજ દીકરાનો જન્મ થયો જેનુ નામ પ્રેમસુખ ડેલુ. બાલ્ય અવસ્થામાં ગામની પ્રાથમિક શાળામાં પિતાએ નામ દાખલ કરાવ્યુ, શાળાએથી છુટયા પછી તરત જ લાકડી લઈને ઢોર ચરાવવા જવાનું એવામાં હું કેટલુ ભણીશ એ જ પ્રેમસુખ ડેલુ સામે પ્રશ્ન હતો? પરંતુ પરિવારની આર્થિક પછેડીના બે છેડા ભેગા નથી થતા એ પણ પ્રેમસુખને ખબર હતી. મજૂરી કરવા કરતા ભણતા-ભણતા પરિવારને ઉપયોગી થઈને ભણતર ચાલુ રાખવુ આથી ઢોર ચરાવતા હાથમાં ચોપડી રાખીને વાંચતા. રાસીસર સરકારી શાળામાં અભ્યાસ દરમ્યાન જિલ્લા કક્ષાએ વિજ્ઞાન મેળો યોજાવાનો હતો. તેમા અમારી શાળા ભાગ લેવાની હતી. શિક્ષકોનું માર્ગદર્શન અને મારી તાલાવેલીથી આ વિજ્ઞાન મેળામાં સોલાર રિફલેકશનથી ખેતરની રક્ષા કરતા ખેતરમાં ચાડીયો બનાવ્યો. આ મોડેલને પ્રથમ સ્થાન મળ્યુ અને ખુબ આનંદ થયો. ધો-૧૦ સુધીનો અભ્યાસ મારા વતન રાસીસર ગામમાં જ થયો. આગળના અભ્યાસ માટે બહારગામ જવુ પડે. પિતા મજૂરી કરે, માતા ઢોર-ઢાંખર અને પશુપાલનમાં ધ્યાન આપે છતાં ગરીબી હટવાનું નામ લેવા તૈયાર ન હતી, આમ છતાં પિતા રામધન ડેલુની ઈચ્છા હતી ભલે કાળી મેઘલી રાતો જવાનું નામ નથી લેતી પણ ભુખ્યા રહીને પણ દીકરાને ભણાવવો છે.
પ્રેમસુખ ડેલુ આગળના અભ્યાસ માટે બિકાનેર આવે છે. હોટેલનો રૂમ પરવડે નહિ કે હોટેલનું ભોજન પણ પોસાય નહિ આથી બિકાનેરમાં નાનકડી ઓરડી ભાડે રાખીને જાતે પેટની ભૂખ ઠારવા ભોજન બનાવી લેતા. એ સમય દરમ્યાન હોશિયાર વિદ્યાર્થીઓ માટે પ્રતિભા શોધની સ્કોલરશીપ ર૦૦ રૂપિયા મળતી હતી. જેનાથી પ હજાર જેવડી રાહત રહેતી. બિકાનેરમાં સ્કૂલ દુર હતી એટલે ચાલતા જવાનું. થાકી જવાય પણ હિમ્મત કેમ હારવી, મોટાભાઈ પાસે સાયકલ હતી પરંતુ વારંવાર ચેન ખડી જતી એટલે સાવ નકામાં જેવી હતી જા રીપેરીંગમાં વધારે રૂપિયા જાય તો પાછુ હેરાન થઈ જવાય. પરંતુ અમારા પરિવારની કસોટી કરીને ભગવાન પણ થાકી ગયો હોય તેમ હવે પરિવાર માટે સોનાનો સુરજ ઉગ્યો. હું કોલેજમાં આવ્યો તે દરમ્યાન મારા મોટાભાઈ શિશપાલને પોલીસ કોન્સ્ટેબલ નોકરી મળી ગઈ મોટાભાઈની નોકરી મળતા મને ખુબ જ આનંદ થયો. પરિવાર માટે દુઃખનો ડુંગર હટશે, મારા સપનાઓ સાકાર થશે. ભાઈના પગારમાંથી મને પૈસા મળતા થયા એટલે મારો આગળનો અભ્યાસ શરૂ રહ્યો.
ર૦૦૯માં બિકાનેરમાં પ્રેમસુખ ડેલુ ગ્રેજયુએટ થયા એ પછી ર૦૧૦માં બી.એડ. અને ર૦૧રમાં ગોલ્ડમેડલ સાથે એમ.એ.ની ડીગ્રી મેળવી હતી. એમ.એ. થયા પછી ગ્રામ સેવકની નોકરી કરી. બી.એડની ડિગ્રીના આધારે પ્રાથમિક શાળામાં શિક્ષકની નોકરી મેળવી અને સિનિયર ટીચર તરીકે ત્રણ વર્ષ નોકરી કરી. ઉપરાંત કોલેજમાં લેકચર બનવાની પણ તક મળી હતી. સબ જેલર અને સબ ઈન્સ્પેકટર તરીકેના ઓર્ડર મળ્યા હતા. પરંતુ સપનું ઉંચુ હતું. ભલે ગરીબ હોય એ પણ નૈતિકતા અને ઈમાનદારીની લગન સાથે ચોક્કસ ધ્યેયને ધ્યાનમાં રાખીને આગળ વધો તો ચોક્કસ ઈશ્વર પરિણામ આપતો હોય છે. આ સમય દરમ્યાન રાજસ્થાન સરકારમાં પરીક્ષા પાસ કરીને અજમેરમાં મામલતદાર તરીકે જવાબદારી સંભાળી. રાજસ્થાન પ્રશાસનિક સર્વિસીસની પરીક્ષા ૪૪મા ક્રમે પાસ કરીને મામલતદાર બન્યા સાથે યુ.પી.એસ.સી.ની પણ તૈયારી શરૂ કરી.
પ્રેમસુખ ડેલુ કહે છે, ગરીબ માતા-પિતાના હોશિયાર સંતાનોએ પોતાના માતા-પિતાના સપના સાકાર કરવા માટે એક મિનિટનો સમય બગાડવાનો અધિકાર નથી. સમર્પિત ભાવથી કામ કરવાની તાલાવેલી હોય તો સફળતા જરૂર મળે છે, અને એ થઈ રહ્યુ વર્ષ ર૦૧પમાં ૧૭૦માં સ્થાને ઉપર
આભાર – નિહારીકા રવિયા યુ.પી.એસ.સી પાસ કરીને શ્રમિકનો દીકરો આઈ.પી.એસ બન્યો. જે પિતા ઉંટગાડી ચલાવતા હોય અને માતા પશુ ચરાવતી હોય, પશુ સાચવતા હોય એ ગરીબ પરિવારનો દીકરો જયારે આઈ.પી.એસ બને ત્યારે ખુશીનો પાર રહ્યો નહિ.
પ્રેમસુખ ડેલુ વટ સાથે કહે છે, હું ર૦૧પમાં આઈ.પી.એસ બન્યો ત્યાં સુધી સાદો નોકીયા મોબાઈલ રાખતો હતો. છતા મને મારી જાત ઉપર કયારેય શરમ કે સંકોચ થયા નથી. આજે જયારે યુવા પેઢી સ્માર્ટ ફોન અને ઈન્ટરનેટના રવાડે ચડીને વણજાઈતું બધુ મેળવી રહી છે. જેના હિસાબે યુવાધન ખોટો સમય બગાડી રહ્યુ છે. ઉપરાંત અયોગ્ય ઉપયોગના હિસાબે પારિવારીક સમસ્યાઓના બનાવોમાં સતત વધારો થતો જાય છે.
યુવા પેઢીએ પોતાના નોલેજ પુરતો જ સ્માર્ટ ફોનનો ઉપયોગ કરવો જાઈએ. સ્માર્ટ ફોન ભવિષ્યમાં આફત નોતરતું સાધન બની રહેશે. યુવાનોએ અભ્યાસ સાથે ધંધા વ્યવસાયમાં પૂરા સમર્પણ અને સંકલ્પ સાથે કામ કરવુ પડશે. અઘરૂ અને અશકય કશુ જ નથી. પરિણામ મેળવવા ટુંકા રસ્તા નહિ પણ પરિશ્રમ જરૂરી છે.
આઈ.પી.એસ તરીકે સિલેકટ થયા પછી હૈદરાબાદમાં તાલીમ પુરી કરીને ગુજરાત રાજયમાં પ્રોબેશનલ બેઝ અને ત્યાર પછી અમરેલી, અમદાવાદ અને જામનગર ખાતે સેવાઓ બજાવી રહ્યા છે. ભલ-ભલા ચમરબંધીઓને કાયદાનું ભાન કરાવનાર ડી.એસ.પી. પ્રેમસુખ ડેલુ આજે ગૌરવ સાથે કહે છે, ભલે પિતા શ્રમિક રહ્યા, ભલે માતા અભણ હતા પણ તેના સંસ્કાર અને પરસેવાની મહેનત મને કામ કરવાની ઉર્જા આપે છે. આજે હું જે છું તેમારા માતા-પિતા અને પરિવારના હિસાબે છું. નવી પેઢી પોતાના માતા-પિતા સાથે ફોટો પડાવવામાં શરમ અનુભવે છે. શું તમારા પરિવારના આ સંસ્કાર ખરા? દોસ્તો તમારી જાતે પૂછજા, માતા-પિતા વૃધ્ધાશ્રમમાં નહી પણ તમારા મનના મંદિરમાં હોવા જાઈએ જેમણે તમને દુનિયાના દર્શન કરાવ્યા, સંતાન તરીકે ઉછેરી મોટા કર્યા તે મા-બાપના ઋણમાંથી કયારેય મુક્ત થઈ શકાતુ નથી. દોસ્તો તમારા માતા-પિતા સાથેનો એકાદ ફોટો પ્રેમસુખ ડેલુ સાહેબને મોકલજા હો….૯૯ર૯૬૪ર૯ર૯