બગસરા તાલુકાના માણેકવાડા પ્રાથમિક શાળા ખાતે સચિવ એચ.એસ. અમીનની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં સેક્શન અધિકારી ચુડાસમા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સુરભીબેન પાઘડાળની હાજરીમાં ભૂલકાઓને ધો.૧માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. મહેમાનો દ્વારા બાળકોને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ઉપરાંત આજુબાજુના ગામમાંથી શિક્ષણ અર્થે આવતાં બાળકોને બચત ગલ્લા આપી સન્માનિત કરાયા હતાં. કાર્યક્રમના અંતે
વૃક્ષારોપણ કરાયું હતું. આ તકે સરપંચ, ગ્રામપંચાયતના સદસ્યો, એચ.એમ.સી.ના સદસ્યો હાજર રહ્યાં હતાં. શાળાના આચાર્ય દ્વારા પ્રવેશોત્સવના દાતા મનસુખભાઇ પટોળીયાનો આભાર માનવામાં આવ્યો હતો.