શ્રી માણેકવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે તેમજનવી નવી ટેકનોલોજીથી માહિતગાર થાય આવા ઉદેશ્ય સાથે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીના સહયોગ તથા ડીસ્ટ્રીક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ અને બાલભવન અમરેલીના સહકાર દ્વારા ભાવનગરના રીજનલ સાયન્સ સેન્ટરની નિઃશુલ્ક મુલાકાત શાળા માટે ઐતિહાસિક બની રહી હતી. આ મુલાકાત અંતર્ગત બાળકોએ વિવિધ ગેલેરીઓની મુલાકાત કરી જેમ કે, મરીન એકવાટિક ગેલેરી, બાયો સાયન્સ ગેલેરી, ઓટોમોબાઈલ ગેલેરી, નોબેલ પ્રાઈઝ ગેલેરી, ઇલેક્ટ્રો મિકેનિક ગેલેરી, ઓડિટોરિયમ-શોર્ટ ફિલ્મ સ્ક્રિનિંગ ઓન ડાયનોસોર, ૩૬૦ ડિગ્રી એકવાટિક વી.આર. દ્વારા અનુભવ નિદર્શન મેળવ્યું હતું. આ સમગ્ર મુલાકાતને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય, ગિરિરાજભાઈ આસોદરિયા અને સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી.