માણેકપરા-અમરેલી ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળા (ગુરુકૃપા બાલમંદિર) માં ધોરણ-૩ માં અભ્યાસ કરતા જતસ્યએ શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સમગ્ર શાળા પરિવાર અને કારેલીયા પરિવારનું ગૌરવ વધાર્યું છે. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન જતસ્ય કારેલીયાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય સહકારી મોભી દિલીપભાઈ સંઘાણીના હસ્તે સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોશી, વાઈસ ચેરમેન દામજીભાઈ ગોલ, નગર પ્રમુખ બીપીનભાઈ લીંબાણી, યુવા અગ્રણી રમેશભાઈ શિંગાળા, વોર્ડ નં-૬ ના સદસ્યો, શાળાના આચાર્ય ભ્રમિતસિંહ ચૌહાણ, શિક્ષિકા બહેનો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.