અમરેલી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડતોની સાથે માછીમારોને પણ ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. રાજુલા-જાફરાબાદની અનેક બોટ દરિયામાં ફસાઈ ગઈ હતી તો બોટ દરિયામાં ડુબી ગયાના પણ બનાવ બનવા પામ્યા હતા. જેથી માછીમારોના પરિવારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ વિસ્તારના ધારાસભ્ય અંબરીશભાઈ ડેરે માછીમારોના વળતર માટે સરકારમાં રજૂઆત કરવાની બાંહેધરી આપી છે.