અમરેલીના સરંભડા ગામે રહેતો એક યુવક શેત્રુજી નદી મેડી ડેમ પાસે માછલી પકડવા ગયો હતો. સમયે ડૂબી જવાથી તેનું મોત થયું હતું. બનાવ અંગે કલ્પેશભાઈ પાસાભાઈ વાઘેલા (ઉ.વ.૨૫)એ જાહેર કર્યા મુજબ, જયસુખભાઈ પાસાભાઈ વાઘેલા (ઉ.વ.૩૪) તરવડા ગામથી સરંભડા ગામ તરફ જતા રોડ પાસે આવેલી શેત્રુંજી નદીના મેડી ડેમ પાસે માછલી પકડવા ગયા હતા. ત્યારે કોઇપણ રીતે કોઇપણ સમયે ડેમના પાણીમાં પડી ડૂબી જવાથી મરણ પામ્યા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.જે.ગોંડલીયા વધુ તપાસ કરી રહ્યા છે.