અમરેલીના માચિયાળા બાયપાસ પાસે બગદાણા-અંજાર રૂટની એસટી બસની અડફેટે બાઇક ચાલક મોણપુરના નરેશભાઇ ભવાનભાઇ સાકરીયા નામના ૪૪ વર્ષીય ખેડૂતનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ખેડૂત વ્યવહારિક કામથી અમરેલી આવી રહ્યા હતા ત્યારે માચિયાળા બાયપાસ નર્સરી પાસે તેમને અકસ્માત નડ્યો હતો. નરેશભાઇને સંતાનમાં બે પુત્રો છે. નરેશભાઇના મોતની ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અકસ્માતની ઘટના બની એ રોડ સાંકડો હોવાથી અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે આ રોડને પહોળો કરવા લોકોમાંથી માંગ ઉઠી રહી છે.