રાજુલાના માંડરડી સ્કાય ફિડર હેઠળ આવતા ખેડૂતોને વીજતંત્ર દ્વારા મસમોટા વીજબીલ આપવામાં આવતા ખેડૂત આગેવાન વિનુભાઇ વસોયા, રમેશભાઇ વસોયા, હિંમતભાઇ જીંજાળા, કનુભાઇ વસોયા, હિંમતભાઇ બલદાણીયા, હરેશભાઇ લાડુમોર, હિંમતભાઇ વસોયા, નાગજીભાઇ જીંજાળા સહિતના આગેવાનો દ્વારા પશ્ચિમ ગુજરાત વીજ સેવા સદન-રાજકોટના એમ.ડી.ને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી. વીજ અધિકારી દ્વારા આ પ્રશ્નના હલની ખાતરી આપવામાં આવી હતી.