ગાંધીનગર ખાતે પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, કૌશિકભાઈ વેકરીયાની આગેવાની હેઠળ રાજુલા તાલુકાના માંડરડી ગામના સ્કાય યોજના, ચેકડેમ, રોડ અને દિવસે વીજળી સહિતના વિવિધ પ્રશ્નો બાબતે રાજય સરકારના મંત્રીઓને માંડરડી ગામના આગેવાનોએે રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. આ સમયે તાલુકા પંચાયત સદસ્ય નાગજીભાઈ પાટડિયા, માર્કેટિંગ યાર્ડ ડાયરેક્ટર રમેશભાઈ વસોયા, સરપંચ વિરજીભાઈ હિમશિયા, ઉપસરપંચ ભાવેશભાઈ સોજીત્રા, દેવાતભાઈ લુણી, હિંમતભાઈ બલદાનિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.