અમરેલી જિલ્લામાં વાહન અકસ્માતની ઘટના સતત વધી રહી છે. માંગવાપાળથી અમરેલી રોડ ઉપર પાણીના ટાંકાની ફેક્ટરી પાસે બે ટુવ્હીલની ટક્કર થઈ હતી. જેમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. બનાવ સંદર્ભે કુંકાવાવના કોલડા ગામે રહેતા લાખાભાઈ ગેલાભાઈ વાઘેલા (ઉ.વ.૫૨)એ મતીરાળા ગામે રહેતા ભરતભાઈ મનસુખભાઈ વામજા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ પોતાની મોટર સાયકલ લઈને કોલડા ગામથી અમરેલી આવતા હતા ત્યારે માંગવાપાળથી અમરેલી વચ્ચે રોડ ઉપર આવેલ પાણીના ટાંકાની ફેક્ટરી પાસે પહોચતા સામેથી આરોપી ટુવ્હીલ ચલાવીને આવ્યા હતા અને આગળ જતી ફોરવ્હીલને ઓવરટેક કરી રોંગ સાઇડમાં આવી તેમની સાથે ભટકાવી હતી. જેમાં તેમને ઈજા થઈ હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.ડી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.