રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન મેઘરાજાએ જાણે આકાશી આફત વરસાવી હોય તેમ રાજ્યના ૧૭૨ તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનું તાંડવ જાવા મળ્યું છે, જ્યારે ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ મેઘરાજાની તોફાની એન્ટ્રીથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જુનાગઢના માંગરોળમાં ૧૩ ઈંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં ૧૨.૩૬ ઈંચ વરસાદ વરસ્યો છે. જુનાગઢના કેશોદ તાલુકામાં ૧૧ ઈંચ જેટલો વરસાદ નોંધાતા ચારેબાજુ પાણી પાણી થઈ ગયું છે. પાટણ-વેરાવળમાં ૧૦ ઈંચ વરસાદ નોંધાયો છે. જુનાગઢના માળિયા હાટીના અને માણાવદરમાં ૯-૯ ઈંચ વરસાદ, મહેસાણાના કડીમાં પણ ૯ ઈંચ વરસાદ. જામનગરના જામજાધપુર તાલુકામાં ૭ ઈંચ વરસાદ અને ગીર સોમનાથના કોડીનાર અને પોરબંદરના કુતિયાણામાં ૬-૬ ઈંચ નોંધાયો છે. આજે પણ ૧૯ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ જિલ્લામાં રેડ અને સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્ય પર એક સાથે પાંચ પાંચ સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે.
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ ૧૩ ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે કેશોદમાં પણ ૧૧ ઈંચ જેટલો વરસાદ ખાબકતા ચારેબાજુ પાણી પાણી થઈ ગયું છે. આ ઉપરાંત, ગીર સોમનાથના સુત્રાપાડામાં ૨૪ કલાકમાં ૧૩ ઈંચ વરસાદ નોંધાતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. સુત્રાપાડામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે. માળિયા હાટીના અને માણાવદરમાં ૯-૯ ઈંચ, પાટણ-વેરાવળમાં ૧૦ ઈંચ, કોડીનાર અને કુતિયાણામાં ૬-૬ ઈંચ વરસાદ નોંધાયો છે.
ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડીમાં રાત્રિ દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ૯ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે. આ સિઝનનો આ પહેલો જ આટલો મોટો વરસાદ છે, જેના કારણે કડીમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૨ તાલુકામાં નોંધાયો વરસાદ થયો છે સૌથી વધુ જુનાગઢના માંગરોળમાં ૧૩ ઈંચ વરસાદ,ગીર સોમનાથના સુત્રાપાડામાં ૧૨.૩૬ ઈંચ વરસાદ ,જુનાગઢના કેશોદ તાલુકામાં ૧૧ ઈંચ નોંધાયો વરસાદ,ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં ૧૦ ઈંચ નોંધાયો વરસાદ,જુનાગઢના માળિયા હાટીના અને માણાવદરમાં ૯-૯ ઈંચ વરસાદ,મહેસાણાના કડીમાં પણ ૯ ઈંચ નોંધાયો વરસાદ,જામનગરના જામજાધપુર તાલુકામાં ૭ ઈંચ નોંધાયો વરસાદ,ગીર સોમનાથના કોડીનાર અને પોરબંદરના કુતિયાણામાં ૬-૬ ઈંચ,જુનાગઢના વિસાવદર અને વંથલીમાં ૪-૪ ઈંચ વરસાદ,વલસાડ અને સુરતના ઓલપાડમાં પણ ૪-૪ ઈંચ વરસાદ,રાજકોટના ઉપલેટા તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ,વલસાડના ઉમરગામ પણ સાડા ત્રણ ઈંચ વરસાદ થયો છે
સવારના ૬થી ૮ વાગ્યા સુધીમાં ૨૯ તાલુકામાં વરસાદ પડ્યો છે,૨ કલાકમાં સૌથી વધુ વલસાડ તાલુકામાં ૬.૧૦ ઈંચ વરસાદ,ડાંગ તાલુકામાં ૨ કલાકમાં ૩.૧૧ ઈંચ વરસાદ,નવસારીના ગણદેવીમાં ૨.૧૭ ઈંચ વરસાદ,વલસાડના પારડીમાં ૨.૧૩ ઈંચ વરસાદ,વલસાડના નાનાપોન્ધામાં ૨.૦૫ ઈંચ વરસાદ,સુરતના મહુધામાં ૧.૯૭ ઈંચ વરસાદ,વલસાડના કરપડામાં ૧.૮૧ ઈંચ વરસાદ,તાપીના ડોલવણમાં ૧.૮૧ ઈંચ વરસાદ,વલસાડના વાપીમાં ૧.૬૫ ઈંચ વરસાદ,સુરતના પલસાણામાં ૧.૧૮ ઈંચ વરસાદ,સુરતના અંબિકામાં ૧.૧૮ ઈંચ વરસાદ,સુરતના બારડોલીમાં ૧.૧૪ ઈંચ વરસાદ થયો છે
હવામાન વિભાગ દ્વારા રાજ્યના ૧૯ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર એક સાથે પાંચ સિસ્ટમ સક્રિય હોવાથી પાંચ જિલ્લામાં ‘રેડ એલર્ટ’ અને સાત જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના લેટેસ્ટ નાવકાસ્ટ બુલેટીન મુજબ દમણ, દાદરા નગર હવેલી, નવસારી અને વલસાડમાં આગામી ૩ કલાકમાં ૬૨ થી ૮૭ કિમીની ઝડપે પવન ફૂંકાવાની અને ભારે વરસાદની આગાહી છે.
અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ અને દીવમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્્યતા છે. અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ નાગરિકોને સાવચેત રહેવા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે.





































