મહેસાણા શહેર ૯ અને ૧૦ ઓક્ટોબરના રોજ વાયબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટની પ્રથમ કોન્ફરન્સનું યજમાન બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમિટનું ઉદ્ઘાટન કરશે. આ મહ¥વપૂર્ણ સમિટમાં અનેક આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળો અને ઉદ્યોગ જગતના આગેવાનો ભાગ લેશે. જાપાન, દક્ષિણ કોરિયા, વિયેતનામ અને નેધરલેન્ડ જેવા દેશો તેમના પ્રતિનિધિઓને સમિટમાં મોકલવાના છે, જે ગુજરાતના ઉદ્યોગ અને વિકાસમાં વિશ્વ વ્યાપી રસનો સંકેત આપે છે.આ રીજનલ સમિટનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં ક્ષેત્રીય વિકાસને વેગ આપવો, નવી રોકાણની તકો શોધવી અને આંતરરાષ્ટ્રીય સહકાર વધારવો છે.સમિટ દરમિયાન બીટુબી મીટિંગ્સ, પેનલ ચર્ચાઓ અને વિશિષ્ટ સેક્ટર પર પ્રેઝન્ટેશન્સ યોજાશે, જે દેશી અને વિદેશી રોકાણકારો વચ્ચે સહકારનું મંચ પૂરું પાડશે. આ સમિટ મહેસાણામાં રાખવાનું કારણ એ છે કે મહેસાણા હવે કૃષિ, ડેરી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ગુજરાતના વિકાસનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે.વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજન પૂર્વે રાજ્યના ચાર ઝોનમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સની પ્રથમ કોન્ફરન્સ આગામી તા. ૯ અને ૧૦ ઓક્ટોબરે મહેસાણા જિલ્લામાં યોજાવાની છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં આવી રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન થશે.ગુજરાત કૃષિ, મત્સ્યોદ્યોગ, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ-પેટ્રો કેમિકલ, જેમ્સ-જ્વેલરી, એન્જીનિયરિંગ, ફાર્મા અને ટેક્સટાઇલ જેવા પરંપરાગત ક્ષેત્રોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. ગુજરાતને નવા ઉભરતા અને ફ્યુચરીસ્તિક સેક્ટર્સ સેમિકન્ડક્ટર, ઈલેક્ટ્રીક મોબિલિટી, એરોસ્પેસ, ડિફેન્સ, ગ્રીન એનર્જીમાં આર્ત્મનિભરતા સાથે લીડર બનાવવાનો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો ધ્યેય છે. . ગુજરાતમાં જે ઉદ્યોગ આવે તે જે જિલ્લાઓમાં ઔદ્યોગિક વિકાસની વિશેષતાઓ છે ત્યાં સ્થપાય તે માટેના પ્રયાસોમાં આ રિજિયોનલ કોન્ફરન્સ પરિણામદાયી બનશે. એટલું જ નહીં, ક્વોલીટી પ્રોડક્ટથી તે જિલ્લાની બ્રાન્ડ ઈમેજ ઊભી થશે અને વિકાસનો સાચો લાભ રાજ્યના દરેક ખૂણે પહોંચી શકશે.