મહેસાણા નગરલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલ સામે વિરોધ પક્ષ દ્વારા કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ કરવા આવી છે. આ અંગે છઝ્રમ્માં લેખિત અરજી કરવામાં આવી છે. અત્રે નોધનીય છે કે અલ્પેશ પટેલ અગાઉ ઊંઝા નગરપાલિકામાં ફરજ બજોવતા હતા. અને તે દરમિયાન આ કૌભાંડ હાથ ધરાયું હતું.
અલ્પેશ પટેલ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે કે, તેમણે આઉટસો‹સગ એજન્સી સાથે મળી આ કૌભાંડ હાથ ધાર્યું હતું.જેમાં સફાઈ કામદારોની ભૂતિયા હાજરી પપુરવામાં આવી હતી. અને પૂરા ૧૬ લાખ રૂપિયાનો ગોટાળો કર્યો હતો. લેખિત અરજીમાં નગરપાલિકામાંથી ઓક્ટોમ્બર, નવેમ્બર, ડિસેમ્બર ૨૦૨૧ અને જોન્યુઆરી ૨૦૨૨ ના ૪ માસના બિલ ચૂકવણીનો રેકોર્ડ ગાયબ હોવાનું જણાવવામાં આવ્યું છે. પાલિકામાં કર્મચારીઓના ઇપીએફ,જીએસટી વીમા સહિતના ચલણનો રેકોર્ડ પણ ગાયબ છે. કૌભાંડ આચરનાર જવાબદારો સામે ફરિયાદ નોંધાવી તમામ વિરોધ પક્ષના સભ્યોએ લેખિત અરજી આપી છે. ચીફ ઓફિસર બદલાતા જ બિલ ઘટીને ૪.૬૨ લાખથી ૧.૦૬ લાખ થઈ ગયું. ૪ માસ સુધી ૩ લાખ કરતા વધુ રકમ ચૂકવાઈ હતી.