મહેસાણાના બહુચરાજી તાલુકામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે.ભાજપના ડેલિગેટ અને રાંતેજ જિલ્લા પંચાયત સીટના સભ્ય વિરેન્દ્રસિંહ ઝાલા પર ગંભીર આરોપ લાગ્યા છે.આ આક્ષેપો બહુચરાજી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પ્રહલાદસિંહ ઝાલાએ કર્યા છે.તેમનું કહેવું છે કે વિરેન્દ્રસિંહ ઝાલાએ પોતાના તેમજ પોતાના પરિવારના સભ્યોના નામે જાબ કાર્ડ બનાવડાવ્યા હતા અને તેના માધ્યમથી મનરેગા યોજનાનો લાભ લીધો હતો.તેમને આક્ષેપ કર્યો હતો કે એક જ કામને વારંવાર બતાવીને નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આ કૌભાંડથી ભાજપના સ્થાનિક નેતૃત્વમાં ભૂકંપ આવ્યો છે. અને તે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.મનરેગા યોજના ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર પૂરો પાડવા અને ગરીબી નિવારણ માટે કેન્દ્ર સરકારની મહત્વની યોજના છે. આવી યોજનામાં રાજકીય નેતાઓ કે તેમના પરિવારજનો દ્વારા જાબ કાર્ડ બનાવી લાભ લેવો એ ગંભીર ભ્રષ્ટાચારનું પ્રતીક માનવામાં આવે છે.તાજેતરમાં જ મહેસાણા જિલ્લામાં જ અન્ય મનરેગા કૌભાંડો સામે આવ્યા છે, જેમ કે ખેરાલુ તાલુકાના ચાચરીયા ગામમાં રૂ. ૨૩ લાખનું કૌભાંડ, જ્યાં કાગળ પર કામ બતાવી નાણાં ઉપાડવામાં આવ્યા હતા.જા કે આ આક્ષેપો પર વિરેન્દ્રસિંહ ઝાલાનો કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી.





































