મહેસાણા જિલ્લામાં તસ્કરો બેફામ બની પોલીસને પડકારી રહ્યા છે. ઠેરઠેર જિલ્લામાં ચોરીઓના બનાવો વધી રહ્યા છે. એક દિવસમાં એકથી વધુ ચોરીના બનાવો અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાઈ રહ્યા છે. જ્યાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. મહેસાણા તાલુકાના જગુદણ ગામની આંગણવાડીને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજોમ આપ્યો હતો.
મહેસાણા તાલુકામાં આવેલ જગુદણ ગામમાં ગણપતિ નગર પાસે આવેલી આંગણવાડીમાં રાત્રી દરમિયાન અજોણ્યા તસ્કરો ઘસી આવી આંગણવાડીના દરવાજોના તાળા તોડી પ્રવેશ કર્યો હતો.
તસ્કરોએ આંગણવાડીમાં મુકેલા ૪ તેલના ડબ્બા ૨ ગેસની બોલટો મળી કુલ ૧૨ હજોર ૮૦૦ના મુદ્દામાલની ચોરી કરી રફુચક્કર થયા હતા. હાલમાં આ મામલે આંગણવાડીના કાર્યકર દ્વારા મહેસાણા તાલુકા પોલીસ મથકમાં અજોણ્યા તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.