ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને મહેસાણા કોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. મહેસાણા કોર્ટે જિગ્નેશ મેવાણીને ૩ મહિનાની જેલની સજો સંભળાવી છે. આની સાથે-સાથે એક હજોર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જિગ્નેશ મેવાણી સિવાય એનસીપીના નેતા રેશમા પટેલ અને સુબોધ પરમારને પણ કોર્ટે ૩ મહિનાની સજો ફટકારી છે. કુલ ૧૨ આરોપીઓને સજો ફટકારવામાં આવી છે. આ કેસ મંજૂરી વગર રેલી કાઢવાનો હતો.
રિપોર્ટ મુજબ ૨૦૧૭મા જિગ્નેશ મેવાણી, રેશમા પટેલ સહિત અનેક રાજકીય નેતાઓએ મંજૂરી લીધા વગર આઝાદ કૂચ રેલી કાઢી હતી. આ મામલે આ બધા નેતાઓ પર કેસ કરવામાં આવ્યો હતો અને આ મામલે મહેસાણા કોર્ટે મેવાણી સહિત ૧૨ લોકોને દોષી ઠેરવ્યા હતા અને તેમને સજો આપી હતી. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, રેશમા પટેલ અને સુબોધ પરમાર પર રેલી કરીને સરકારી નોટિફિકેશનનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જિગ્નેશ મેવાણી હાલમાં જ આસામમાંથી જોમીન પર બહાર આવ્યા છે. આસામ પોલીસે મેવાણીની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ટ્વીટ કરવાને લઈને ધરપકડ કરી હતી અને તે કેસમાં કોર્ટે જોમીન આપી દેતા, તુરંત આસામ પોલીસે પોલીસકર્મી સાથે ખરાબ વર્તન કરવાના કેસમાં જિગ્નેશ મેવાણીની ફરી ધરપકડ કરી લીધી હતી અને ત્યાર બાદ કોર્ટે એ કેસમાં પણ જિગ્નેશ મેવાણીને જોમીન આપી દીધા હતા. હજુ તો જેલમાંથી બહાર આવેલા જિગ્નેશ મેવાણીને ફરી સજો સંભળાવી દેવામાં આવી છે, પરંતુ રિપોર્ટ મુજબ ૨૦૧૭ના આ કેસમાં મેવાણીને જોમીન મળી જશે તેવું કહેવાય છે.
૨૦૧૭મા થયેલી આ રેલીમાં કોંગ્રેસનો નેતા કન્હૈયા કુમાર પણ સામેલ હતી અને તેના પર પણ કેસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટ દ્વારા ચાર્જ લગાવતી વખતે તે ગેરહાજર રહેતા કોર્ટે તેના પર અલગથી ટ્રાઇલ ચલાવવા માટે આદેશ આપ્યો હતો.