કડીની હરસિદ્ધિ સોસાયટીમાં રહેતી જસ્મીબેન પટેલ અને ઓમકાર સોસાયટીમાં રહેતી પાયલ ગોસ્વામીએ અજ્ઞાત કારણોસર પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.મહેસાણાના કડીમાં કરણ નગર રોડ પર એક જ દિવસે બે મહિલાઓએ આત્મહત્યા કરી હતી. આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.કડીની હરસિદ્ધિ સોસાયટીમાં રહેતી જસ્મીબેન પટેલ અને ઓમકાર સોસાયટીમાં રહેતી પાયલ ગોસ્વામીએ અજ્ઞાત કારણોસર પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. બંને મહિલાઓ તેમના પરિવાર સાથે રહેતી હતી અને આ ઘટનાથી તેઓ ઘેરા આઘાતમાં મુકાઈ ગયા છે. પ્રાથમિક માહિતી મુજબ, બંને ઘટનાઓ એક જ દિવસે બની હતી, જેના કારણે સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. બંને મહિલાઓની આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી અને પોલીસ તપાસ કરી રહી છે.ઘટનાની જાણ થતાં જ કડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બંને મહિલાઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કુંડલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.










































