મહેસાણાનાં જાટાણામાં જીએસટી અધિકારીની ખોટી ઓળખ આપી વેપારીને ધાક ધમકી આપી દુકાનદારી પાસે રૂપિયા ૫ લાખની માંગણી કરી હતી, દુકાનદારે સાંથલ પોલીસમાં ત્રણેય નકલી જીએસટી અધિકારીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મહેસાણા જીલ્લાનાં જાટાણા તાલુકામાં ન્યુ બેસ્ટ પ્રાઈઝ નામની દુકાનમાં ત્રણ ઈસમ જીએસટી અધિકારીની ઓળખ આપી વેપારી ઈલિયાસ મલિકને ધમકી આપી હતી. સિદ્ધિ દવે, શર્મિલા પટેલ, કિરણ પટેલે ખોટી ઓળખ આપી દુકાન માલિક પાસે ૫ લાખની ખંડણી માંગી હતી. ઇસમો તપાસમાં આવ્યા હોવાની ખોટી ઓળખ આપી કાર્યવાહીની ધમકી આપી હતી. મળતી માહિતી મુજબ ઈલિયાસ મલિકે સાંથલ પોલીસમાં ત્રણેય નકલી સામે ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ આરંભતા તપાસમાં શર્મિલા પટેલ પાસે ન્યૂઝ પેપરનું આઇડી કાર્ડ મળી આવ્યું હતું.
અગાઉ દાહોદ જિલ્લાના સુખસર ગામમાં નકલી આવકવેરા રેડમાં પોલીસે ૨ આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓએ નાણા ધિરનાર વેપારીને નિશાન બનાવી રૂ.૨૫ લાખની માંગણી કરી હતી અને રૂ. ૨ લાખ રોકડા પણ લીધા હતા.
આ મામલે મળતી માહિતી મુજબ, ૬ નકલી આવકવેરા અધિકારીઓએ વેપારી અલ્પેશ ઉકારભાઈ પ્રજાપતિની દુકાને રેડ પાડી હતી. નકલી ઇન્કમટેક્સ અધિકારીઓના વેશમાં આવેલા આ શખ્સોએ વેપારીને ધમકાવી દાગીના અને ચોપડા જમા કરવાની ધમકી આપી હતી. જા કેસ ન કરવા માટે વેપારી પાસેથી રૂ. ૨૫ લાખની માંગણી કરવામાં આવી હતી અને રૂ. ૨ લાખ રોકડા પણ લેવામાં આવ્યા હતા.