મહેસાણામાં વધુ બે યુવાનો લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યા. વિજાપુરના હિરપુરા ગામે આ બનાવ બન્યો. હિરપુરા ગામમાં રહેતા બે યુવાનોને લૂંટેરી દુલ્હને લગ્નની લાલચ આપી રૂપિયા પડાવ્યા. લૂંટેરી દુલ્હન આ યુવાનો જોડેથી પૈસા લીધા બાદ રફુચક્કર થઈ ગઈ. કયાંય સુધી તેની માહિતી ના મળતાં યુવાનોએ લૂંટેરી દુલ્હન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ વિજાપુર તાલુકાના હિરપુરા ગામના બે યુવાન લૂંટેરી દુલ્હનો શિકાર બન્યા. હિરપુર ગામમાં રહેતા બે સગાભાઈઓએ અંબાજી નજીક દાંતાની માંકડી ગામની યુવતીના સંપર્કમાં આવ્યા. લગ્ન કરવા ઇચ્છતા બે સગા ભાઈઓ એક દલાલના માધ્યમથી માંકડી ગામની યુવતીઓને મળ્યા હતા. જેના બાદ બંને ભાઈઓ નરેશ ગમાર નામના દલાલને અધવચ્ચે રાખી બે યુવતીઓ સાથે લગ્ન કરવા તૈયાર થયા. હિરપુરા ગામના બંને ભાઈઓ જેમના નામ ગોવિંદ અને સંજય છે તેઓ લગ્નની લાલચે છેતરાયા. ગોવિંદ અને સંજયે દલાલ નરેશ પર વિશ્વાસ રાખી માંકડી ગામની બે યુવતીઓ સાથે લગ્ન કર્યા. માંકડી ગામની બંને યુવતીઓના નામ સંગીતા અને રેખા છે જેમણે બે સગાભાઈઓ સાથે લગ્ન કર્યા. જા કે લગ્નના ૧૦ દિવસમાં જ સંગીતા અને રેખા નામની બંને યુવતીઓએ રૂપિયા ૪ લાખ લઈ ફરાર થઈ ગઈ.
લગ્ન કર્યા બાદ રૂપિયા લઈ ફરાર થનાર બંને યુવતીઓનો લાંબા સમય સુધી કોઈ અત્તોપત્તો ના મળ્યો. અને દલાલનો પણ સંપર્ક ના થયો. જેના બાદ યુવાનોને છેતરાયા હોવાનું માલૂમ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે લગ્ન કરાવનાર દલાલ અને બે કન્યાઓ સહિત ૪ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.