મહેસાણામાં મહિલા સાથે પરીણિત યુવાને દુષ્કર્મ આચર્યુ છે. અતિથિ ગેસ્ટ હાઉસ અને જનપથ હોટેલમાં લઈ જઈને વારંવાર દુષ્કર્મ કર્યુ છે. યુવાને બે છોકરાની માતા સાથે દુષ્કર્મ કર્યુ છે. યુવાને પોતે પરીણિત હોવા છતાં કુંવારો હોવાનું કહીને દુષ્કર્મ આચર્યુ છે.
યુવાને મહિલાને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યુ છે. આના પગલે મહેસાણા
તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. યુવાને મહિલાને તેના બાળકોની સારસંભાળ રાખવાની ખાતરી આપી હતી. બહુચરાજીના સમલાયાપુરા ગામના નીલેશ પટેલે મહિલાને હવસનો શિકાર બનાવી હતી. વારંવાર દુષ્કર્મને અંજામમાં મહિલા બે વાર ગર્ભવતી પણ બની હતી. તેથી તેણે એક વખત ગર્ભપાતની ગોળીઓ ગળાવી ગર્ભપાત કરાવ્યો હતો. બીજી વખત ગર્ભ પડાવી દેવાનું જણાવીને મહિલાને અપમાનિત હતી.
પરપ્રાંતીય મહિલા અને બે સંતાનની માતા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. એપ્રિલથી ઓક્ટોબર મહિના દરમિયાન અનેક વખત દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. મહેસાણા તાલુકા પોલીસે આ અંગે તપાસ આદરી છે. મહેસાણા પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે આ એક રીતે સેક્સ્યુઅલ ફ્રોડ કહી શકાય. લગ્નની લાલચ આપીને મહિલા સાથે છેતરપિંડી કરીને તેની સાથે જાતીય સંબંધો બાંધીને સેક્સ માણવું તે એક પ્રકારનો સેક્સ્યુઅલ ફ્રોડ છે. જો કે હાલમાં તો મહિલાએ કરેલી ફરિયાદના આધારે તેની સામે દુષ્કર્મના કેસની જ ફરિયાદ નોંધાઈ છે. તેથી હાલમાં તેના પર દુષ્કર્મના કેસની જોગવાઈ હેઠળ જ કેસ ચાલશે. તેની સાથે પોલીસે આરોપી ટૂંક સમયમાં પક્કડમાં આવી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.