મહેસાણામાં આયોજિત એક અનોખા કાર્યક્રમ ‘નમોત્સવ’ એ હજારો લોકોના હૃદય જીતી લીધા. આ મેગા મ્યુઝિકલ મલ્ટીમિડીયા શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણથી લઈને અત્યાર સુધીના જીવન પ્રવાસને સંગીત અને કલાના માધ્યમથી અદ્ભુત રીતે રજૂ કરવામાં આવ્યો. લાગણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ૧૫૦થી વધુ કલાકારોએ તેમની પ્રતિભાનો પરિચય કરાવ્યો.
આ કાર્યક્રમ જાવા માટે મહેસાણા અને આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ શો માત્ર એક મ્યુઝિકલ ઇવેન્ટ નહોતો, પરંતુ તે એક એવી યાત્રા હતી જેમાં ઁસ્ મોદીના સંઘર્ષ, સમર્પણ અને સફળતાની ગાથાને ભાવનાત્મક રીતે દર્શાવવામાં આવી હતી. શોમાં દર્શાવવામાં આવેલી મલ્ટીમિડીયા અને મ્યુઝિકલ રજૂઆતે સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને લોકોએ તેને ભારે ઉત્સાહથી વધાવી લીધો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે, “આઝાદી પછી ૫૦ વર્ષ વીતી ગયા, અને જ્યારે આપણે ૨૧મી સદીમાં પ્રવેશ કરવાના હતા, ત્યારે દેશને એક મજબૂત નેતૃત્વની જરૂર હતી. અને તે નેતૃત્વ ગુજરાતમાંથી જ મળ્યું. ઇતિહાસ તો ઇતિહાસ પૂરો થયા પછી જ ખ્યાલ આવે છે, પણ અત્યારે તો આપણે ઇતિહાસ બનતો જાઈ રહ્યા છીએ. આ ‘નમોત્સવ’ એ માત્ર નરેન્દ્રભાઈનો જન્મોત્સવ નથી, પરંતુ તે જન્મોત્સવની સાથે સેવોત્સવ મનાવવાનો એક પ્રયાસ છે.”
ઋષિકેશ પટેલે આગળ જણાવ્યું કે, “ભારતીય જનતા પાર્ટી અને સરકાર આ જન્મોત્સવને સેવા ઉત્સવ તરીકે ઉજવી રહી છે. આ આગામી ૧૫ દિવસો દરમિયાન ગુજરાતના દરેક ખૂણે નાના-મોટા સેવાકીય કાર્યો થશે. સેવા પખવાડિયા તરીકે આની ઉજવણી કરવામાં આવશે અને નમોત્સવને મુખ્ય શહેરોમાં
આભાર – નિહારીકા રવિયા બતાવીને લોકો સુધી આ સંદેશ પહોંચાડવામાં આવી રહ્યો છે.”
તેમણે મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલ જેવા મહાપુરુષોને યાદ કરતા કહ્યું કે, “૨૦મી સદીમાં ગુજરાતના બે મહાપુરુષો, મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલનો ઇતિહાસ આજે દુનિયા સમક્ષ છે. તેમણે ભારતને આઝાદી અપાવવા માટે અથાક પ્રયાસો કર્યા. કમનસીબે, આઝાદીના ૫૦ વર્ષ પછી ૨૧મી સદીમાં, દેશને એક નવા મજબૂત નેતૃત્વની જરૂર હતી, અને તે ગુજરાતમાંથી જ મળ્યું. આજે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત મજબૂત બની રહ્યું છે અને ઇતિહાસ રચાઈ રહ્યો છે.”
આ કાર્યક્રમમાં કલા, સંગીત અને રાજનીતિનો અનોખો સંગમ જાવા મળ્યો હતો, જ્યાં કલાકારોની પ્રસ્તુતિએ લોકોના હૃદયને સ્પર્શ કર્યો અને મંત્રીના શબ્દોએ કાર્યક્રમના ઉદ્દેશ્યને વધુ સ્પષ્ટ કર્યો. આ સમગ્ર કાર્યક્રમ મહેસાણાના સાંસ્કૃતિક અને રાજકીય ઇતિહાસમાં એક યાદગાર ઘટના બનીને રહેશે.









































