શહેરમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોએ માથું ઊંચક્્યું છે. શહેરના રાધનપુર રોડ પર આવેલી રહેણાંક સોસાયટીઓમાં ગત રાત્રે તસ્કરોએ તરખાટ મચાવતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તસ્કરોએ એક સોસાયટીમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો, જ્યારે અન્ય એક બંધ મકાનને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
રાધનપુર રોડ પર આવેલી એક સોસાયટીમાં મોડી રાત્રે તસ્કરોએ સોસાયટીમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જાકે, સતર્ક રહીશોને આ બાબતની જાણ થઈ જતાં તેઓ ઘરની બહાર દોડી આવ્યા હતા. લોકોનો જમાવડો જાઈ ગભરાયેલા તસ્કરોએ બચાવમાં રહીશો પર પથ્થરમારો શરૂ કર્યો હતો. સામસામે થયેલા આ ઘર્ષણ બાદ રહીશોએ હિંમત દાખવી તસ્કરોનો પીછો કરતા આખરે તસ્કરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જાવા મળી રહ્યો છે.
તસ્કરોએ રાધનપુર રોડ પર જ આવેલા ‘તિરૂપતિ શુકન બંગ્લોઝ’ને નિશાન બનાવ્યું હતું. અહીં એક બંધ મકાનનું તાળું તોડી અજાણ્યા તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. તસ્કરોએ બેડરૂમમાં રાખેલા લાકડાના કબાટને ફંફોસી તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ઉઠાંતરી કરી હતી. પ્રાથમિક વિગતો મુજબ, દાગીના અને રોકડ મળી કુલ ?૧,૧૦,૦૦૦ની મત્તા ચોરાઈ છે.
આ ઘટના અંગે ઘરમાલિક દ્વારા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી તસ્કરોને પકડવા માટે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ તેજ કરી છે. સ્થાનિક રહીશોએ રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય.