રાજ્યમાં દારૂબંધી હોવાછતાં પણ અવારનવાર ગુજરાતમાં ઠેર-ઠેર દારૂનું વેચાણ થાય છે. અને અવાર નવાર દારૂની ખેપ મારતી ગાડીઓ ઝડપાય છે તો બીજી તરફ ઘણીવાર પોલીસ
રેડ પાડીમાં ફાર્મ અને રિસોર્ટમાં દારૂની મહેફિલ માણી રહેલા નબીરાઓને સબક શિખવાડતી હોય છે. ત્યારે તાજેતરમાં મહિસાગરના જિલ્લાના બાકોરમાં કેટલાક રાજકીય કાર્યકર્તાઓ દારૂની મહેફિલ માણી રહ્યાનો સોશિયલ મીડિયા વીડિયો વાયરલ થયો છે. આ કાર્યકર્તાઓ ભાજપના હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહિસાગરના જિલ્લાના બાકોરમાં કેટલાક રાજકીય કાર્યકર્તાઓ દારૂની મહેફિલ માણી રહ્યાનો સોશિયલ મીડિયા વીડિયો વાયરલ થયો છે. ભાજપના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ પાર્ટીનું આયોજન સુંદરવન રિસોર્ટમાં કરવામાં આવ્યું હતું અને આ મહેફિલનું આયોજન જીગ્નેશ સેવક દ્રારા કરવામાં આવ્યું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયો વાયરલ થતાં ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે. સુંદર વન રિસોર્ટમાં યોજવામાં આવેલી પાર્ટીમાં કેટલાક કાર્યકર્તઓ દારૂના નશામાં ધૂત થઇ ગયા છે. અને દારૂની મહેફિલમાં સંગીતના તાલે ઝૂમી રહ્યા છે. એક તરફ ગીતો વાગી રહ્યા છે અને તે ગીતોના તાલે આ કાર્યકરો ઝૂમી રહ્યા છે. કાર્યકર્તાઓ દ્રારા દારૂની મહેફિલ માણવાનો આ કોઇ પ્રથમ કિસ્સો નથી. અવાર નવાર આ પ્રકાર કિસ્સો સામે આવે છે. ત્યારે આ ઘટનાને પગલે પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.
અત્રે નોંધનીય છે કે આ અગાઉ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ભાજપનાં વોર્ડ ૧૩ના કાઉન્સિલર જયશ્રી પટેલના પતિ પૂર્વ અને ભૂતપૂર્વ કોર્પોરેટર નીતિન પટેલના ટેમ્પો ડ્રાઈવરના જન્મ દિવસે દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થયો હતો. વડોદરામાં કેટરિંગનો વ્યવસાય કરતા નીતિન પટેલના કર્મચારીની બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલમાં પાણીપુરીની પુરીમાં દારૂ ભરી ભાજપના નેતા દારૂ પુરીની મોજ માણતા હોય એવો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.