(એ.આર.એલ),મહેસાણા,તા.૩૦
મહેસાણાના વિસનગર ખાતે આવેલા બાસણા ગામમાં જનતા રેડ કરવામાં આવી હતી. બાસણા ગમમાં દેશી દારૂનું વેચાણ વધી જતા સ્થાનિક લોકો ત્રાસી ગયા હતા. જેને કારણે તેમણે બુટલેગરને ત્યાં જનતા રેડ કરી હતી. દેશી દારૂના દૂષણથી ત્રાસી ગયેલી મહિલાઓએ બુટલેગરના ત્યાં હલ્લાબોલ કર્યો હતો. મહિલાઓની આ રેડનો વીડિયો પણ વાયરલ થયો છે.
મહિલાઓને રણચંડી બનેલી જાઈને બુટલેગર ફરાર થઈ ગયો હતો. મહિલાઓ બુટલેગરને ત્યાંથી દેશી દારૂનો જથ્થો ગામ વચ્ચે લાવી હતી. બાદમાં તેમણે દેશી દારૂના જથ્થાનો નાશ કર્યો હતો.દેશી દારૂ વેચતા બુટલેગર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. દેશી દારૂના આ અડ્ડા પર મહિલાઓ પહેલા પહોંચી ગઈ હતી. બાદમાં મોડે મોડે પોલીસ પહોંચી હતી. બુટલેગર પ્રહલાદ ઠાકોર સામે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.