મહેસાણા શહેરની મુખ્ય ટ્રાફિક સમસ્યાઓમાંની એક એવી રાધનપુર ચોકડી પર ટ્રાફિક જામની કાયમી સમસ્યાનો ઉકેલ લાવવા માટે મહેસાણા મહાનગરપાલિકાએ એક મહત્વનો અને આધુનિક નિર્ણય લીધો છે. મહાનગરપાલિકા હવે આ ચોકડી પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્સર આધારિત ટ્રાફિક સિગ્નલ ચાલુ કરવા જઈ રહી છે, જેનાથી લાંબા સમયથી હાલાકી ભોગવી રહેલા વાહનચાલકોને મોટી રાહત મળશે તેવી આશા છે. મળતી માહિતી મુજબ, આગામી ૧૫ દિવસમાં રાધનપુર ચોકડી પર આ અદ્યતન ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ કાર્યરત થઈ જશે.આ નવા સિગ્નલો સામાન્ય ટ્રાફિક લાઇટ્સની જેમ નિશ્ચિત સમયગાળા પર નહીં ચાલે. આ સિગ્નલો છૈં સેન્સર પર આધારિત હશે, જે ચોકડી પરના વાહનોના ટ્રાફિક અને તેમની લાઈનની લંબાઈને આધારે ઓટોમેટિક રીતે ચાલુ-બંધ થશે. એટલું જ નહીં, જા કોઈ એક તરફ ટ્રાફિકની લાઈન ન હોય, તો પણ સિગ્નલ માત્ર ૧૦ સેકન્ડમાં ઓટોમેટિક ચાલુ થઈ જશે, જેથી વાહનચાલકો તરત આગળ વધી શકે અને બિનજરૂરી રાહ જાવી ન પડે. આ ટેક્નોલોજી ટ્રાફિકના પ્રવાહને વધુ સ્મૂધ અને કાર્યક્ષમ બનાવશે.રાધનપુર ચોકડી મહેસાણાના મુખ્ય પ્રવેશદ્વાર પૈકીની એક છે. આ ચોકડી પર પીકઅવર્સ (વ્યસ્ત સમય) દરમિયાન દર કલાકે ૭૦૦૦થી વધુ વાહનો પસાર થાય છે, જેના કારણે અહીં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. નવા એઆઇ સિગ્નલ ચાલુ થવાથી વાહનચાલકોને આ ગંભીર ટ્રાફિકમાંથી મહત્વપૂર્ણ છુટકારો મળશેરાધનપુર ચોકડી પર આ ટ્રાફિક સિગ્નલ પહેલીવાર નથી લાગી રહ્યા. હકીકતમાં, લગભગ ૧૨ થી ૧૫ વર્ષ અગાઉ અહીં સિગ્નલો લગાવવામાં આવ્યા હતા, પરંતુ તે થોડા સમયમાં જ બંધ થઈ ગયા હતા.વર્ષ ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન આ સિગ્નલ સિસ્ટમને પણ મોટું નુકશાન થયું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી આ બંધ પડેલા સિગ્નલોને ફરી ક્્યારેય ચાલુ કરવામાં આવ્યા નહોતા. શહેરનો ટ્રાફિક પોલીસકર્મીઓના મેન્યુઅલ સંચાલન પર આધારિત હતો.હવે મહાનગરપાલિકા જૂના સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને નવી લાઈનો નાખવાની કામગીરી કરી રહી છે અને નવા છૈં સિગ્નલો ફક્ત ૧૫ દિવસમાં ચાલુ કરવાની યોજના છે.મહાનગરપાલિકાનો આ નિર્ણય ખરેખર પ્રશંસનીય છે અને તેનાથી શહેરીજનોમાં આશા જાગી છે. જાકે, ભૂતકાળમાં બંધ પડેલા સિગ્નલોનો ઇતિહાસ જાતાં, હવે સવાલ એ ઊભો થાય છે કે આ છૈં આધારિત નવા સિગ્નલો રાધનપુર ચોકડીના ટ્રાફિકને કાયમી ધોરણે ખરેખર હળવો કરી શકશે કે નહીં, તે જાવું રહ્યું. જા આ પ્રયોગ સફળ થશે, તો શહેરના અન્ય ટ્રાફિક પોઈન્ટ્સ પર પણ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી શકે છે.





































