મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં પેટ્રોલ પંપ પર લૂંટની દિલઘડક ઘટના બની હતી. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.
નંદાસણ પાસે હાઈવે પરના પેટ્રોલ પંપ પર ચાર જેટલા લૂંટારુઓ પર એક લાખથી વધુની લૂંટ ચલાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી મેળવીને આગળની તપાસ હથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ગણેશ પેટ્રોલ પંપ પર લૂંટની ઘટના ઘટી હતી. જે સીસીટીવી કેમરામાં કેદ થઇ છે. આ વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે, એક સિલ્વર કલરના સ્પ્લેન્ડર પ્લસ બાઈક પર સવાર થઈ ત્રણ વ્યક્તિઓ આવે છે. જેમાંથી એક વ્યક્તિ પેટ્રોલ પુરાવ્યાં બાદ ૫ રૂપિયાની નોટો ફિલર મેનને આપતો નજરે પડી રહ્યો છે. બાદમાં અન્ય એક લૂંટારું ૧૦૦ની નોટ આપવા જતા ફિલર મેનની આંખમાં પોતાના પેન્ટના ખિસ્સામાંથી મરચાની ભૂકી નાખે છે. ફિલરની આખોમાં મરચાંની ભૂકી નાખતા ફિલર ઓફિસ તરફ ભાગતો સીસીટીવી ફૂટેજમાં દેખાય છે.
ફિલર ઓફિસમાં જોય છે ત્યારે અન્ય એક કર્મચારી ઓફિસમાં હાજર હતો. આ બન્ને લોકોએ ઓફિસના દરવાજોને બંધ કર્યો હતો. જોકે, લૂંટ કરવા આવેલા ચાર લુટારુએ લાકડા, બ્લોક અને ઈંટોના રોડા વડે ઓફિસનો દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં લૂંટારૂઓ ભેગા મળી મોટા પથ્થરો કાચના દરવાજો ઉપર માર્યા હતા. દરવાજો તૂટી જતા ઓફિસમાં ઘૂસી ચાર લૂંટારૂઓએ પેટ્રોલ પંપના બે કર્મચારીઓને મુઠ માર માર્યો હતો. ત્યારબાદ ઓફિસમાં પહેલા પૈસા ઉઠાવી લુટારુઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.