મહેસાણા શહેરમાં ટ્રિપલ તલાકનો મામલો સામે આવ્યો છે. ૧૧ વર્ષના લગ્ન જીવન બાદ પતિને પત્ની ગમી નથી રહી. તું ગમતી નહી હોવાનું કહીને પતિએ પત્નીને ટ્રિપલ તલાક કહી સંભળાવ્યા હતા. જેને લઈ શોભાસણ વિસ્તારમાં આવેલ સાહિલ ટાઉનશીપમાં રહેતી મહિલા રિઝવાનાબાનુ મનસુરીએ પતિ ઇમરાનહુસેન મનસુરી સામે ફરિયાદ નોંધાવી છે.
મહિલાએ ફરિયાદ નોંધાવતા આરોપ મુક્યો હતો કે, પતિ તેને અવારનવાર ત્રાસ ગુજારતો હતો. તેમજ તે અવાર નવાર પિતાના ઘરે જતી રહેવા માટે કહી ત્રાસ આપતો હતો. તો વળી તેની સાસુ પણ પુત્ર એટલે કે પતિનું ઉપરાણું લઈને ત્રાસ ગુજારતી હતી. આ દરમિયાન ગત ૨૫ જાન્યુઆરીએ પત્નીને માર મારીને ત્રણ વાર તલાક તલાક બોલીને ઘર બહાર નિકળી જવા માટે કહ્યુ હતુ. આમ મહિલા રીઝવાનાબાનુએ પતિ અને સાસુ સામે મુસ્લિમ મહિલા અધિનિયમ હેઠળ મહેસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.