સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ અને માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવાના હેતુસર મહેશ કસવાલાના નેતૃત્વમાં કુલ રૂપિયા ૧૨ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિકાસ કામોની વિગત જોઈએ તો, સાવરકુંડલા–હાથસણી માર્ગ માટે રૂ. ૪.૧૦ કરોડ તેમજ હાથસણી–રૂગનાથપુર માર્ગ માટે રૂ. ૧.૪૦ કરોડ મળી કુલ રૂ. ૫.૫૦ કરોડના ખર્ચે રિસર્ફેસિંગ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જ્યારે સાવરકુંડલા-લીલીયા તાલુકાને જોડતા ખાલપર-બવાડી રોડ પર રૂ. ૩.૨૫ કરોડના ખર્ચે સી.સી. રોડ તથા દીવાલના કામોનું ખાતમુહૂર્ત કરાયું છે. આ ઉપરાંત ભુવા–ખડકાળા–જીરા સ્ટેશન રોડનું રૂ. ૧.૮૦ કરોડના ખર્ચે રિસર્ફેસિંગ કરવામાં આવશે.અન્ય કામોમાં ગણેશગઢ ગામે રૂ. ૧૩.૭૫ લાખના ખર્ચે સી.સી. રોડ અને ધાર–મોલડી તરફ જતાં માર્ગ પર રૂ. ૭૦ લાખના ખર્ચે નિર્મિત ૨ સ્પાન સ્લેબ ડ્રેનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેનાથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા હલ થશે. ગાધકડા ગામે રૂ. ૩૪.૮૩ લાખના ખર્ચે નિર્માણ પામનાર નવી ગ્રામ પંચાયત ભવનની સ્થળ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી.