સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ પોતાના મતવિસ્તારની આંબરડી ગામની માધ્યમિક શાળાએ ધોરણ-૧૨ બોર્ડની પરીક્ષામાં સતત પાંચમા વર્ષે ૧૦૦% પરિણામ મેળવતા જનપ્રતિનિધિ તરીકે તેમણે શાળાની મુલાકાત લઈને વિદ્યાર્થીઓઅને શૈક્ષણિક સ્ટાફ ગણ સાથે સંવાદ કર્યો હતો. આ હાઇસ્કૂલમાં અભ્યાસ કરી ચૂકેલા અનેક વિદ્યાર્થીઓએ સફળતાના શિખરો સર કરીને વિવિધ ઉચ્ચ સ્થાને ફરજ બજાવે છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે પણ આ શાળાને યાદ કરે છે અને અનુકુળતા મુજબ પોતાની જુની શાળાની મુલાકાત લે છે. જેના ભાગરૂપે ગયા વર્ષે શાળાના નુતન બિલ્ડિંગનું બાંધકામ પણ આવા વિદ્યાર્થીઓના સહયોગથી થયેલ છે. મુલાકાત દરમિયાન સહકારી અગ્રણી અને આંબરડી કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી દીપકભાઈ માલાણી, જિલ્લા પંચાયત સદસ્ય શરદભાઈ ગૌદાની, પૂર્વ સદસ્ય લાલભાઈ મોર, સરપંચ પ્રેમજીભાઈ બગડા, પૂર્વ સરપંચ બાબુબાઈ માલાણી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ બાવચંદભાઇ ચોડવડીયા, જયસુખભાઈ કસવાલા, પ્રિન્સિપાલ માલવિયાભાઇ અને તેમની ટીમ પણ ઉપસ્થિત રહેલ.