અમરેલી જિલ્લામાંથી બહોળો સમાજ હાલ સુરત સ્થાયી થયો છે. જેમાં અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાંથી લોકો સુરત ધંધા અર્થે સ્થાયી થયા છે. ત્યારે મહુવા-સુરત ટ્રેનનો દામનગરનો સ્ટોપ ન હોવાથી મુસાફરો આ બાબતે ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. જેથી મુસાફરોની હાલાકીને ધ્યાને લઈ ભાજપ અગ્રણી ગોપાલભાઈ વસ્તરપરાએ કેન્દ્રીય રેલમંત્રી દર્શનાબેન જરદોશ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, લીલીયા, ઢસા ગામે ટ્રેનનો સ્ટોપ છે. દામનગર પંથકમાંથી મોટી સંખ્યામાં લોકો સુરત સ્થાયી થયા છે. આ લોકોને સુરત જવા માટે ઢસા સુધી લાંબુ થવુ પડે છે ત્યારે મુસાફરોની હાલાકીને ધ્યાને રાખી દામનગરનો સ્ટોપ આપવામાં આવે તેવી રજૂઆત કરી છે.