દેશભરમાં આજે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અન્નદાતા દેવો ભવઃ, કિસાન ભાગીદારી પ્રાથમિકતા અમારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે પણ આ કાર્યક્રમ યોજાયો હતો. ખેડૂતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ભારત સરકારની ઇ-નામ યોજના, એએમઆઇ યોજના વિશે સેક્રેટરી વી.પી. પાંચાણી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મહુવાના માળવાવ ગામના, વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરતા સફળ ખેડૂત પંકજભાઇ ગાંગાણીએ પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપી હતી. જ્યારે મહુવા તાલુકાની બંધુત્વ ફાર્મર પ્રોડ્યુસર કું.લી.ના અધિકારી ખોડાભાઇ ભુવાએ એફપીઓ વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં બજાર સમિતિના વા. ચેરમેન જસાભાઇ કાતરીયા, પ્રવિણભાઈ જોષી, અશોકભાઇ કાપડીયા, હરેશભાઇ વાઘ, બાબુભાઇ જાળીયા, મોહનભાઇ મકવાણા, ભરતભાઇ હડીયા, અનકભાઇ જાજડા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.