આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ-૨૦૨૫ અંતર્ગત સહકારિતા અઠવાડિયાની ઉજવણીના પ્રથમ દિવસે મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા વૃક્ષ વિતરણ અને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત યાર્ડ તરફથી ૨૦૦૦ જેટલા વૃક્ષોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. સાથે જ આગામી ૨૦ દિવસ સુધી ખેડૂતોને રાહત ભાવે આંબાની કલમોનું વિતરણ ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. સાથે જ યાર્ડના ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ પણકરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, યાર્ડના ચેરમેન ગભરૂભાઈ કામળીયા, વા. ચેરમેન બાબુભાઈ જોળીયા, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને અનેક ખેડૂત તથા વેપારી ભાઈઓ હાજર રહ્યા હતા.