ભાવનગરની મહુવા નગરપાલિકા પ્રાદેશિક કમિશ્નરના તાબામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે. મહુવા નગરપાલિકામાં ભાજપના ૨૫ સભ્યો વચ્ચે જૂથવાદના કારણે વિવાદ સર્જાયો છે. બજેટ સામે ૧૯ સભ્યોએ દરખાસ્ત રજૂ કરી હતી. ૨૨ એપ્રિલ બજેટ રજૂ કરવાની છેલ્લી તારીખ છે. જા બજેટ પસાર નહીં થાય તો પાલિકા સુપરસીડ થઈ શકે છે. તેથી આ પાલિકાનો વહીવટ ભાજપના કોર્પોરેટરો પાસે રહે જ નહીં તથા વહીવટદાર પાસે રહે તેવી સંભાવના છે.
આ સંદર્ભે પ્રાદેશિક કમિશનરે નગરપાલિકા પ્રમુખ સહિત ૩૬ કોર્પોરેટરોને નોટિસ મોકલી તેમનો જવાબ માંગ્યો છે. ભાવનગરની મહુવા નગરપાલિકામાં બજેટ રજૂ કરવાની છેલ્લી તારીખ આવતીકાલે છે. જા આવતીકાલે બજેટ રજૂ નહીં થાય તો પાલિકા નિયંત્રણમાં આવે તેવી શક્યતાઓ છે. ભાજપમાં આંતરિક વિખવાદના કારણે પાલિકા કમિશ્નરના તાબામાં આવે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી છે.
પ્રદેશ કમિશનરે પાલિકા પ્રમુખ સહિત ૩૬ કોર્પોરેટરોને નોટિસ ફટકારી છે. તેમણે આ મુદ્દે સ્પષ્ટતા પણ માંગી છે. હાલમાં પાલિકાના ૩૬ કોર્પોરેટરોમાંથી ૨૫ ભાજપના, પાંચ કોંગ્રેસના અને ૬ સમાજવાદી પાર્ટીના છે. ભાજપના ૨૫ સભ્યોમાંથી ૧૯ સભ્યોએ બજેટના વિરોધમાં મતદાન કરતાં બજેટ મંજૂર થયું ન હતું. આના પગલે પ્રાદેશિક કમિશનર દ્વારા આ તમામ સભ્યોને નોટિસ પાઠવવામાં આવી છે.
નિયમ મુજબ બજેટ પાસ કરવાની છેલ્લી તારીખ ૨૨ એપ્રિલ છે.બીજી તરફ રાજ્ય સરકારે મહુવા નગરપાલિકાને પણ નોટિસ મોકલી છે. આ નોટિસમાં સરકારે શા માટે નગરપાલિકાને કબજા લેવામાં ન આવે તે અંગે ખુલાસો માંગ્યો છે. બીજી તરફ નગરપાલિકા પ્રમુખ ૨૨મી એપ્રિલે સામાન્ય સભા બોલાવવાના હતા, પરંતુ સભ્યોને આ અંગે કોઈ સૂચના મળી નથી.