સાવરકુંડલામાં રહેતી એક યુવતીના લગ્ન મહુવાના યુવક સાથે થયા હતા. લગ્નના છ મહિના સુધી બધું બરાબર ચાલ્યા બાદ સાસરિયાએ કનડગત શરૂ કરી હતી. જેને લઈ પિયર આવીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ખુશ્બુબેન અતુલભાઈ નાથજી (ઉ.વ.૨૩)એ મહુવામાં રહેતા પતિ સતિષભાઈ દિનેશભાઈ વનગૌસ્વામી તથા મંજુબેન દિનેશભાઈ વનગૌસ્વામી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેમને શારીરિક તથા માનસિક દુઃખત્રાસ આપી ગાળો બોલી હતી. તેમજ પતિએ શરીરે ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ હમીરભાઈ હાજાભાઈ કામળીયા વધુ તપાસ કરી રહ્યા છે.