ભાવનગરના મહુવાના વાંગર ગામમાં લગ્નપ્રસંગની કંકોત્રી ચર્ચામાં આવી છે. કંકોત્રીમાં ‘બટોગે તો કટોગે’નું સૂત્ર લખવામાં આવ્યુ છે. ભાજપના કાર્યકરે તેમના લગ્ન પ્રસંગની કંકોત્રીમાં સૂત્ર લખ્યું છે. કંકોત્રીમાં મોદી અને યોગીના ફોટો પણ છપાવ્યા છે. જો કે હાલ મહારાષ્ટ્રની ચૂંટણીમાં ‘બટોગે તો કટોગે’ સૂત્ર વધારે ચર્ચામાં છે.
મહુવા તાલુકાના વાંગર ગામમાં ભાજપના એક કાર્યકરના ઘરે આવતી ૨૩ તારીખના આવનાર લગ્ન પ્રસંગની કંકોત્રી ચર્ચામાં આવી છે. કંકોત્રીમાં “બટોગે તો કટોગે” યુપી ના મુખ્યમંત્રી દ્વારા સૂત્ર લખાયું હતું. મહારાષ્ટ્રની ચૂંટણી માં બટોગે તો કટોગે હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. જો કે આ કંકોત્રીમાં સ્વચ્છતા અભિયાન અને સ્વદેશી અપનાવોની વાતો પણ લખવામાં આવી છે. જો કે કંકોત્રી છપાવનાર મોદી અને યોગીના ચાહક હોવાથી કંકોત્રીમાં તેમના પણ ફોટા મુકાયા છે.