આણંદ જિલ્લાના આંકલાવનાં ઉમેટા પાસે મહીસાગર નદીમાંથી ભાજપનાં વડોદરા શહેર વાર્ડ નં.૧૮ નાં વોર્ડ પ્રમુખનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
આંકલાવના ઉમેટા પાસે મહીસાગર નદીમાં એક યુવકનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા આંકલાવ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક યુવાનના આધારકાર્ડનાં આધારે તપાસ કરતા મૃતક યુવક વડોદરા વાર્ડ નં ૧૮ નાં પ્રમુખ પાર્થ પટેલની હોવાની ઓળખ થઈ છે. નીતિન કાકાની જેમ સમય પારખી ગયેલા કોંગ્રેસના આ નેતાઓએ પણ ચૂંટણી લડવાની ના પાડી
આ ઘટનાની જાણ થતાં વડોદરા વાર્ડ નં ૧૮ નાં હોદ્દેદારો અને કાર્યકરો આંકલાવ ખાતે દોડી ગયા હતા અને પાર્થ પટેલના મૃતદેહની ઓળખ કરી હતી. અને પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આંકલાવના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર મૃતક યુવાનની એકટીવા મોપેડ નદી કિનારેથી મળી આવી છે અને મૃતદેહ નદીના પાણીમાંથી મળી આવ્યો હતો. પ્રાથમિક અનુમાન અનુસાર પાર્થ પટેલે ઘરકંકાસથી કંટાળી આત્મહત્યા કરી છે. જા કે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.