આજરોજ વિધાનસભા કોંગ્રેસ પક્ષ કાર્યાલય ખાતે મહીસાગર જીલ્લાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારશ્રીઓ કોંગ્રેસ પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા તથા મહીસાગર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણની ઉપÂસ્થતિમાં કોંગ્રેસમાં જાડાયા હતા.
આમ આદમી પાર્ટી છોડી કોંગ્રેસ પક્ષમાં જાડાયેલ હોદ્દેદારશ્રીઓ રાજેન્દ્રસિંહ સોલંકી, (પૂર્વ જીલ્લા મહામંત્રી,) જીલ્લા પ્રમુખ (શિક્ષણ), આમ આદમી પાર્ટી, મહીસાગર,ગણપતસિંહ બારિયા, (પ્રદેશ ઉપપ્રમુખ ઓ.બી.સી. આપ), ગુજરાત, સોમાભાઈ બારિયા, (જીલ્લા ઉપપ્રમુખ, આપ) મહીસાગર,રતનસિંહ બારિયા, (જીલ્લા પ્રભારી, કિસાન સેલ, આપ) મહીસાગર,હિંમતસિંહ બારિયા, (સંગઠન મંત્રી, લુણાવાડા તાલુકા, આપ) મહીસાગર,દિનેશસિંહ સોલંકી તથા અજીતસિંહ સોલંકી સહિતના આપ કાર્યકરો સામેલ છે. આ પ્રસંગે વિધાનસભા વિરોધ પક્ષના નેતાશ્રી અમિત ચાવડાએ કોંગ્રેસમાં જાડાયેલ આમ આદમી પાર્ટીના હોદ્દેદારશ્રીઓનું કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.