મહીસાગર જિલ્લાના લુણાવાડા પાસે ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા છે. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં કોસીયા નાકા પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે બાઈક સવાર માતા પિતા અને બાળકો અડફેટે લેતા ચારેયમાં ઘટના સ્થળે મોત નિપજયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર બાઇક પર સવાર એક જ પરીવાર ના ૪ સભ્યો માતા, પિતા સહિત બે બાળકો કોસીયાનાકા પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે ટ્રકે તેમને અડફેટે લીધાહતા. અને ચારેયના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતમાં માતા, પિતા સહિત બે બાળકોના મોત નીપજતા આખા પંથકમાં ચકચાર મચી ગઇ હતી.અકસ્માત થતાં લઘુમતી કોમના ટોળેટોળા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. દૂર દૂર સુધી મધ્ય રાત્રિ એ ટ્રાફિક જામ દૃશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા મહીસાગર પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ના બને માટે નાયબ જિલ્લા પોલીસ વડા દ્વારા એસ ઓ જી એલ સી બી સહિત લુણાવાડા પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે.
પોલીસએ અકસ્માતમાં મોત નીપજનાર ચારેયને કોટેજ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પોલીસે અડફેટે લેનાર ટ્રક સહિત ચાલક ને ઝડપી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.