અમરેલી શહેરીજનોએ પીવાના પાણી માટે મહી પરીએજ યોજના પર આધાર રાખવો પડે છે. ત્યારે પાણી પુરવઠા બોર્ડ દ્વારા છેલ્લા ૪ દિવસથી શહેરના ગુજકોમાસોલ સામે આવેલ મુખ્ય પાણીની પાઈપલાઈનનું રીપેરીંગ કાર્ય હાથ ધરાયેલ છે. આ મુખ્ય લાઈનમાંથી અમરેલી શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં પાણી પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. આ મુ્ખ્ય પાઈપલાઈનમાં છેલ્લા ૪ દિવસથી ભંગાણ સર્જાયેલ છે.
આ ભંગાણમાં ટેકનીકલ માર્ગદર્શનનાં અભાવે રીપેરીંગ કાર્ય ખોરંભે ચડેલ હોવાનું જાણવા મળેલ છે. આ રીપેરીંગ કાર્ય પૂર્ણ ન થાય, ત્યાં સુધી વિતરણ વ્યવસ્થામાં ખામી સર્જાય તેમ હોવાથી પાણી પુરવઠો વહેલીતકે શરૂ થાય તે દિશામાં પગલા ભરવામાં આવી રહેલ છે. ત્યારે સર્જાયેલ ભંગાણ અંગે શહેરીજનોએ પણ સાથ સહકાર આપવા અમરેલી નગરપાલિકાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.