મહિસાગરના બાલાસિનોરમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે એક આરોપીની ધરપકડ કરીને અંદાજે ૧૫ લાખ રૂપિયાની કિંમતનો મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો. જ્યારે અન્ય એક આરોપી ફરાર થઈ જતા પોલીસે તેની શોધ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ જીસ્ઝ્રની ટીમને માહિતી મળી હતી કે બાલાસિનોરમાં જીઆઇડીસી વિસ્તારમાં તરણ સઈદ દરગાહ પાછળ ખુલ્લા ખેતરમાં કેટલાક આરોપીઓ પાસે ડ્રગ્સનો જથ્થો છે. આ માહિતીને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો.
જેમાં પોલીસે શેખ મોહમ્મદ અસફાક મોહમ્મદ હનીફની ધરપકડ કરી હતી. તેની પાસેથી પોલીસે રૂ.૧૪,૬૪,૬૦૦ ની કિંમતનો મેફેડ્રોનનો જથ્થો, એરકમોબાઈલ, વાહન વગેરે મળીને કુલ રૂ.૧૫,૪૭,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે એક આરોપી ફરાર થઈ જતા પોલીસે તેની શોધ હાથ ધરી છે.






































