(એચ.એસ.એલ),લુણાવાડા,તા.૨૧
મહિસાગરના લુણાવાડામાં છાત્રાલયમાંથી એક યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. લુણાવાડાના છાત્રાલયમાંથી યુવકનો મૃતદેહ લટકતચી હાલતમાં મળી આવ્યો હતો. તપાસમાં બાબા સાહેબ આંબેડકર ભવન ખાતેથી યુવાનનો મૃતદેહ મળ્યો હોવાનું બહાર આવ્યું છે.પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર યુવકે આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ અંગે લુણાવાડા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ કરાતા લુણાવાડા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. તપાસમાં કુમાર છાત્રાલયમાં ફરજ દરમિયાન યુવકે જીવન ટુંકાવ્યું હોવાનું બહાર આવ્યું છે. બીજીતરફ પોલીસે આ યુવકે આપઘાત કર્યો છે કે તેની હત્યા થઈ છે તે અંગે તપાસ હાથ ધરી છે.