કેટલીક મહિલા કોંગ્રેસ સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવાયું છે કે મહિલા સાંસદો સામે પાયાવિહોણા આરોપો લગાવવામાં આવી રહ્યા છે અને વિપક્ષના સંસદીય અધિકારોનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. સાંસદોએ પત્રમાં લખ્યું છે કે તેઓએ બંધારણીય રીતે વડા પ્રધાનનો વિરોધ કર્યો છે અને તેથી તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
અગાઉ ૫ ફેબ્રુઆરીના રોજ, સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે તે દિવસે લોકસભામાં સર્જાયેલા વાતાવરણમાં, કોઈપણ અપ્રિય અને અણધારી ઘટના બની શકે છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે આવું વર્તન સંસદની ગરિમા અને લોકશાહી ધોરણોની વિરુદ્ધ છે. પીએમ મોદી સાંજે ૫ વાગ્યે લોકસભામાં બોલવાના હતા. જાકે, બેઠક શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ હોબાળો શરૂ કરી દીધો. કોંગ્રેસના ત્રણ સહિત લગભગ આઠથી દસ મહિલા સાંસદો પીએમની બેઠક પાસે પહોંચ્યા અને બેનરો સાથે ઉભા રહ્યા. આનાથી કાર્યવાહી ખોરવાઈ ગઈ. સ્પીકરે ગૃહ મુલતવી રાખ્યું. પીએમ હાજર રહ્યા નહીં, અને તેમનું ભાષણ રદ કરવામાં આવ્યું. બીજા દિવસે, સ્પીકરે ગૃહમાં જણાવ્યું કે તેમણે અનિચ્છનીય ઘટનાની સંભાવનાને કારણે પીએમને ગૃહમાં પ્રવેશતા અટકાવ્યા. વિપક્ષે આવા આરોપોને ફગાવી દીધા, તેને ફક્ત તેમનો વિરોધ ગણાવ્યો.
લોકસભા લગભગ એક અઠવાડિયાથી સ્થગિત છે. લોકસભામાંથી આઠ સાંસદોને સસ્પેન્ડ કરવા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણને રોકવાના આરોપસર શાસક અને વિપક્ષી પક્ષો વચ્ચે ગતિરોધ ચાલુ છે.