મહિલા વિકાસ ગૃહ-અમરેલી ખાતે સંસ્થાની પુત્રી દયાબેન સોલંકીની સગપણ વિધિ યોજાઇ હતી. સંઘાણી પરિવારે હોંશપૂર્વક દયાબેનનું સગપણ જયેશભાઇ બાબુભાઇ સાવલીયા સાથે કર્યું હતું. આ તકે માનવ મંદિર સાવરકુંડલાના ભક્તિરામબાપુ, ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, અશ્વિનભાઇ સાવલીયા, ડો.આર.એસ. પટેલ, મનીષાબેન રામાણી, સુરેશભાઇ શેખવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચંદુભાઇ સંઘાણી તથા ગીતાબેન સંઘાણીએ સગપણ અને વિધિ-વિધાન માટેની જહેમત તેમજ પ્રસંગ અનુરૂપ અપાતી વસ્તુઓ માટે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.