શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ–વિદ્યાસભા ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે દીકરીઓના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક સહાયની વિશેષ જાહેરાત કરવામાં આવી છે. ગજેરા કેમ્પસના પ્રમુખ વસંતભાઈ ગજેરા દ્વારા દિકરીઓની શૈક્ષણિક, શારીરિક અને સામાજિક પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના હેઠળ હોસ્ટેલ ફીમાં રૂ.૧૫,૬૦૦ સુધીની સહાય આપવામાં આવશે, જેનાથી વાલીઓનો આર્થિક ભાર હળવો થશે. આ ઉપરાંત, દીકરીઓની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્કૂલ ફીમાં પણ જરૂરી છૂટછાટ આપવામાં આવશે. કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ આ અંગે જણાવ્યું હતું કે, ગજેરા કેમ્પસ દિકરીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. આ યોજના વિશે વધુ માહિતી માટે સંસ્થાના મેનેજમેન્ટ વિભાગનો સંપર્ક કરવા જણાવાયું છે.