અમરેલીમાં મહિલા કાઉન્સિલરને મહિલા પોલીસ સ્ટેશનની બહાર જ જાનથી મારવાની ધમકી આપવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. આ અંગે પારૂલબેન મહિડા (ઉ.વ.૪૦)એ અતુલ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીએ તેમને બે દિવસ પહેલા સાંજે સાડા પાંચ વાગ્યે મહિલા પોલીસ સ્ટેશનની બહાર તેને તથા તેમના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.