ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવા માટે દાવેદારોનો ધસારો જોવા મળ્યો છે. ત્યારે પ્રાંતિજના મહિલા ઉમેદવારનું ફોર્મ ભરવામાં અધિકારીને પરસેવો છૂટી ગયો હતો. કારણ કે, મહિલા ઉમેદવાર ફોર્મ ભરવા માટે ૨ રૂપિયાનો સિક્કો લઈને આવ્યા હતા.
સાબરકાંઠાના પ્રાંતિજમાં એક મહિલા ઉમેદવાર સરપંચનું ફોર્મ ભરવા પહોંચ્યા હતા. પરતુ ડિપોઝિટ પેટે રૂપિયા ભરવા માટે મહિલા ઉમેદવાર પોતાની સાથે ચિલ્લર લઈને આવ્યા હતા. તેમણે ફોર્મની સાથે ૨ રૂપિયાના ઢગલાબંધ સિક્કા લઈને આવ્યા હતા. તેમણે ટેબલ પર સિક્કાનો ઢગલો કરી દીધો હતો. તો ૨ રૂપિયાના સિક્કા ગણતા અધિકારીને પણ પરસેવો છૂટી ગયો હતો.
ગુજરાતમાં ૧૦ હજોર ૮૭૯ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોની ચૂંટણી યોજોવાની છે. ફોર્મ ભરવા માટે દાવેદારોનો ધસારો જોવા મળ્યો હતો. ૬ ડિસેમ્બરે ચૂંટણી માટેના ફોર્મની ચકાસણી કરવામાં આવશે. ૭ ડિસેમ્બરે ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે. ૧૦ હજોરથી વધુ સરપંચ અને ૮૯ હજોરથી વધુ ગ્રામ પંચાયતના સભ્યો માટે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. ૧૯ ડિસમ્બરે ચૂંટણી માટે બેલેટ પેપરથી મતદાન યોજોશે અને ૨૧ ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પરિણામ જોહેર થશે.